રાષ્ટ્રીય સ્તરની અલોહા અંકગણિત સ્પર્ધામાં 4000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સુરત: અલોહા એકેડમીએ બેટલ ઓફ બ્રેઈન અંતર્ગત  પ્લેટિનમ હોલ, સરસાણા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંકગણિત સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરના વિવિધ રાજ્યોમાંથી 4 થી 14 વર્ષની વયના 4000 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લેવા આવેલા 1500 જેટલા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

બેટલ ઓફ બ્રેઈન સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં દાખલા અને પ્રશ્નોની સંખ્યા 70 થી 120 સુધીની હતી, જેને ઉકેલવા માટે વિદ્યાર્થીઓને માત્ર 6 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, આ સમયમાં પેપર સોલ્વ કરનાર વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના વિજેતાની જાહેરાત બીજા દિવસે ઇનડોર સ્ટેડિયમમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં રંગારંગ કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થી અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 


Previous articleअमेरिका में आयोजित विश्व रोबोटिक प्रतियोगिता में आरएफएल अकादमी अहमदाबाद की टीम ने तीसरा स्थान प्राप्त किया
Next articleઅમેરિકામાં યોજાયેલી વર્લ્ડ રોબોટિક કોમ્પીટીશનમાં RFL એકેડમી અમદાવાદની ટીમે મેળવ્યું ત્રીજું સ્થાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here